વધીને શુ વધવાનું
વધીને શુ વધવાનું
વધીને શુ વધવાનું આખરે તો માટીમાં જ ભળવાનું,
છે એમાં ખુશ રહેવાનું ,જે નથી એના માટે શું રડવાનું.
તારું છે, મારું છે આખરે તો સઘળું કયાં રહેવાનું છે,
સિંધુના મોતીને આકાશમાં શોધવથી ક્યાં જડવાનું.
દર્દ કોઈનું સમજી પોતાનું જીવવું એક નોખી મજા,
નાહકની ખેંચતાણ ને પળોજણમાં શીદને પડવાનું.
પલવારની જિંદગી પળવારમાં પુરી થઈ જવાની,
ભેદી ભીતરની ભેખડો, હૈયે ઝરણાં બનીને ફરવાનું.
કોઈના નસીબને ઉખેડતાં ખુદ ઉખડી જવાય છે,
બંધાઈ તાંતણે એક એકબીજા માટે જ લડવાનું.
