વાતો
વાતો
છોડી દો મને નિજના જ હાલ પરે,
ના કોઈ હવે મુજને મદદ કરે.
મુકી દીધી છે છૂટી જીંદગીની દોર
ન ચાલતું એના પર કોઈનું જોર.
નશીબ જેવી કોઈ ચીજછે અગર,
તો જરૂર મળી આવશે એ ડગર.
દિલને જલાવી અને રોશની કરી,
અંધારાને આ વાત ગળે ન ઉતરી.
તેથી ધમાચકડી ખુબજ મચાવી,
આશાના દીવાને દેવું હતું બુજાવી
સવાર નવી આવીને અંધારો ગયો
એક નવજીવનનો સંચાર થયો.
