વાતો - 63
વાતો - 63
જયારે કશુંક મોટું મળે,
તમારી કોઈ આશા ફળે,
જે તમે વિચાર્યું ન હોય,
આવું કદીક બનતું હોય,
વિવેક તે સમયે રાખવો,
પા'ડ પ્રભુજી તણો માનવો,
અહંકારને દૂર રાખવો,
રહે ન સદા સમયે એવો,
નાનું ભલે પણ રાખો માન,
સચવાઈ રહે સૌનું સન્માન,
સોયથી જે થઈ શકે કામ,
તલવાર ત્યાં બનશે નાકામ.
