વાતો - 44
વાતો - 44
દુનિયામાં ફૂલ છે ને કાંટા છે,
સંસાર સુખી તો ક્યાં ખાટાં છે,
કરમોના બધા લેખા જોખા છે,
અંતમાં તો છે નથીના ધોખા છે,
માંગવાથી બધું મળતું નથી,
જે મળ્યું છે તે ગમતું નથી,
નથી એના વિના ચાલતું નથી,
મન વિના માળવે જવાતું નથી,
શાંતિ વગરનું સુખ નકામું,
અનુભૂતિ વિના દુઃખ નકામું,
સમજ ન તો શાણપણ નકામું,
રમત વિના બાળપણ નકામું,
શું હતું, શું છે અને હવે શું હશે ?
બધાનો હિસાબ તો એજ રાખશે,
જે મળ્યું છે એ માટે પાડ માનજે,
સાચા સુખ માટે સંતોષ ધરજે.
