STORYMIRROR

Mukesh Jogi

Inspirational Others Romance

3  

Mukesh Jogi

Inspirational Others Romance

વાતમાં દમ છે

વાતમાં દમ છે

1 min
13.8K


વાતમાં દમ છે આવ તું આગળ,

કેમ ઊભો છે સાવ તું પાછળ.


પ્રેમ પત્રો લખીએ ભેગાં થઈ,

શબ્દ હું લાવું લાવ તું કાગળ.


આજથી ખુલ્લે આમ મળવું છે,

ફૂલ હું થાઉં થાય તું ઝાકળ.


આંખમાં આવી બેઠું ચોમાસું,

એક ચાતક હું એક તું વાદળ.


કેમ સ્પર્શી શકું સનમ મારાં,

હું રતન આંખનું ને તું કાજળ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational