વાત ન કર
વાત ન કર
તું જીવનમાં આવીને,
ફરીથી જવાની વાત ન કર...
મૌસમ નથી, પ્રેમ છે મારો,
તું સમયની મુદ્દત બાંધી,
ફરીથી જવાની વાત ન કર,
રાહ જોઈ શકું છું આજીવન તારી,
તું મુલાકાતનું વચન આપી,
ફરીથી જવાની વાત ન કર,
જીવવું છે મારે તારી સંગાથે,
તું યાદોના સહારામાં,
છોડવાની વાત ન કર,
વાંચી શકું છું તારી આંખોને,
તું ચૂપ રહી,
દૂર જવાની વાત ન કર,
ખુશ રહી શકું છું તારી બાહોમાં,
" તારા બધા દુઃખ મારા " આ દિલાસો આપી,
મને સુખી કરવાની વાત ન કર.

