વાત કરજો
વાત કરજો


સમય મળે તો કદી વાત કરજો,
જૂના મિત્રોથી મુલાકાત કરજો,
સાચવી છે શાળા જીવનની યાદ,
કદી મુલાકાતની સૌગાત કરજો,
છે અડીખમ સ્મૃતિ કિશોરકાળની,
રીન્યૂ કરીને મિત્રની નાત કરજો,
ઓળખાણ અકબંધ રાખી છે મેં,
બને તો યાદ દિવસ સાત કરજો,
આ તો છે ૠણાનુબંધ કે મળ્યા,
ભાઈબંધ રાતમાંથી પ્રભાત કરજો.