Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Romance

4  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Romance

વાત કર

વાત કર

1 min
181


આજ લાગણીનાં ભવ્ય વરસાદમાં તું ભીંજાવાની વાત કર,
આડંબરની આ છત્રી ને રેનકોટ ઉતારવાની વાત કર !

ધરાથી ઊઠી અલગ બૂંદ થઈ બંધાયા વ્હાલપના વાદળમાં,
હવે એક થઈ અસ્મિતા ગુમાવીને વરસવાની વાત કર !

રૂદિયાના આકાશે ધડકનોમાં ગડગડાટ ગાજી રહ્યો જે,
આંખમાં આંખ મેળવીને વીજળી ચમકાવવાની વાત કર !

એકમેકમાં ઓગળી ધારા બની વહીએ સાથે પ્રવાહ થઈ,
હવે મર્યાદાના કિનારે સરિતા થઈ ઉછળવાની વાત કર !

નવા તીર્થ, નવા ઘાટ રચતા રચતા વહીએ સદા આગળ,
ભૂલી ભાન, આન બાન ને શાનથી સાગરમાં સમાવાની વાત કર !

"પરમ" મંઝિલ તરફ, પરમ રાહનાં હમસફર આપણે,
છોડ શાણપણ સંસારી સઘળું ને "પાગલ" થવાની વાત કર !


Rate this content
Log in

Similar gujarati poem from Romance