વારસદાર
વારસદાર


આજે મને મારૂં બચપણ યાદ આવ્યું,
ઓછી ચોપડીઓ ને ઝાઝું જ્ઞાન દેખાયું.
મા બાપને અમારા ભણતરનો ભાર નહોતો,
અમને પણ ભણવાનો અનેરો શોખ રહેતો.
નહોતી એવી ભાગમભાગ,
એક ટ્યુશનથી બીજા ટ્યુશનની.
બાળક આજે આ વમળોમાં ફસાયો છે,
સાચું ભણવું શું છે એ માર્ગ ભુલાયો છે.
ભણતર કરતાં આજે જરૂર છે ગણતરની,
બાળક ભણી જાય છે થોથાં ને,
એક સાદા સવાલ જવાબમાં પડે છે લોચા.
ખરેખર બનવું જોઈએ ભણતર પ્રેક્ટિકલ,
જે કામમાં આવે સીધું કોઈને,
જ્યારે હોય પરિસ્થિતિ ક્રિટિકલ !!
શિક્ષણ આગળ જ ધપ્યુ છે,
લોકો ભણતાં થયાં છે,
માર્કસ ખોબે ખોબે મળતાં થયાં છે,
પણ શું ?બાળક અટવાયો છે,
સાચું શિક્ષણ કયું છે એની મુંઝવણમાં ?
માતા-પિતા અટવાયા છે,
સંતાનો માટે પૈસા પણ વેરીશું,
પણ સંતાનો નથી રહ્યા હવે કન્ટ્રોલમાં.
આજે સાચી સમજણ સાથે જ્ઞાન મળશે,
તો જ દેશને તેમના અમુલ્ય વારસદાર મળશે.