વાચો પ્રયોગો સત્યનાં
વાચો પ્રયોગો સત્યનાં
વાંચો પ્રયોગો સત્યનાં, ગાંધી જશે સમજાય ભઇ,
પરિપ્રેક્ષ્ય એ તાજો કરો, ગાંધી જશે પૂજાય ભઇ.
ભારત મહીં, કરતા ભ્રમણ, દીઠી ગરીબી કારમી,
વાંચી સમજ આણો ઉરે, ગાંધી જશે પરખાય ભઇ.
અઘરી હતી, જુલ્મી સત્તાને નાથવી, હથિયાર વિણ,
સાચે નમાવી, વાંચશો, ગાંધી જશે વખણાય ભઇ.
હાકલ કરી જ્યાં એક, ઘર ઘરથી યુવાની નીકળી,
એ સાદની કરજો પરખ, ગાંધી જશે હરખાય ભઇ.
આસાનના એ કામ ગણવું, દોહ્યલી દોજખ હતી,
ઉપકાર માની 'શ્રી' નમો! ગાંધી જશે મલકાય ભઇ.
