Untitled❤️❤️❤️
Untitled❤️❤️❤️
ઝરૂખે ઝરૂખે દિવડા પ્રગટાવુ
ને કાંગરે કાંગરે બેસાડું મોર,
અંતરથી હું આરાધુ તમને
તમે પધારો ચિતડાના ચોર.
ચિતડું મારૂં ચગઞડોળે ચડ્યું,
ને મનડું મારૂં આજ મુઝાણુ,
જગમાં મારા પિયુ વિનાનું,
મારું દિલડું આજ દુભાણુ.
ઝરૂખે બેસી હું પ્રતિક્ષા કરું,
ને મહેલમાં હું આજ મુંજાઉ,
પ્રિયતમ તમે વહેલા પધારજો
મુખડું ભાળીને હું ખુશ થઇ જાઉં.
