Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Parag Pandya

Fantasy Inspirational

3  

Parag Pandya

Fantasy Inspirational

ઉંમરને હરાવીશ

ઉંમરને હરાવીશ

1 min
7


ઘડપણ પડકારો લાવ્યું છે, પણ અસ્તિત્વ મારું મહત્ત્વનું છે,

ચહેરો મારો ઉંમર પોકારે છે, પણ તો શું ? હું હજી જીવીત છું,

શરીરનો ઘસારો કહી જાય છે હવે ક્યાં છે એ છલકતી ઊર્જા,

સ્મૃતિ થૈ ક્ષીણ, એક પળ વિચારું ને બીજી જ પળે છું ભૂલું,

આયનો નથી જોતો, ક્યાં ઓળખું છું અરીસાના એ શખ્સને,

સરળતાથી થતું જે કાર્ય આજે બહુ પીડાદાયક બની ગયું છે,


કાર્યની ગુણવત્તા પણ ક્યાં હવે પહેલાં જેવી ઉચ્ચ કોટીની ?

તુલના કરું છું મારા આ ઘડપણની મારી જૂની યુવાની સંગ,

ને થાય છે હવે હું ક્યાં છું એ જે ક્યારેક હું હતો ? પણ હું છું,

દિલમાં આનંદ છવાઈ જાય છે ને તરત જ દિલ તૂટી પણ જાય,

મનોહર લાગણી યથાવત્ હોય, ભૂતપૂર્વ સંઘર્ષો ભૂલી જવા,

હું હજી પણ મારી અંદરની સુંદરતાની કિંમતથી વાકેફ તો છું,

હું આ પ્રતિભાના સ્ત્રોતને ટેપ કરીશ ત્યારે ઉંમરને હરાવીશ,

હું હજુ મહત્વનો છું, મારી પાસે દુનિયાને આપવા ઘણું છે.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy