STORYMIRROR

Manishaben Jadav

Inspirational Children

4  

Manishaben Jadav

Inspirational Children

ઉજવીએ

ઉજવીએ

1 min
375

ઉત્તરાયણની મસ્તી સાથે

પતંગની મસ્તી કરીએ,

તલસાંકળી લાડુ લઈને

મજાની સંક્રાંત ઉજવીએ,


ઊંધિયું મજાથી ખાઈને

ચીકી ખજૂર ખાઈએ

અગાશીમાં જામી રમઝટ

ચાલને સંગ રમીએ,


સંગીત કેરી મસ્તી જામી

એની મજા માણીએ

"કાપ્યો છે"ના નાદ સાથે

પતંગ સૌની લૂંટીએ,


લાલ પીળા પતંગ સંગ

લડાઈ આજે જામી

આ ખેચાખેચીના ખેલમાં

પતંગને નભે ઊડાડીએ,


રંગબેરંગી પતંગ સાથે

આકાશને પણ ગજવીએ

પતંગના તહેવારની

શુભકામના સૌને પાઠવીએ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational