STORYMIRROR

Mahendra Rathod

Classics Drama

3  

Mahendra Rathod

Classics Drama

ઉગતો પહોર

ઉગતો પહોર

1 min
6.8K



ઉગતા પહોરનું પહેલું કિરણ ઉતર્યું ધરા પર,

હરખાતું વિરાટ વ્યોમ ઉતરી આવ્યું ધરા પર,


તૂટી જાય બધા ભેદ જે પડ્યા હોય જીગરમાં,

લાગણીઓનું ઘોડાપૂર ઉતરી આવ્યું ધરા પર,


લાગેલા દાગ ભૂંસાઈ જાય જે હોય નજરમાં,

વહાલનું વેગીલું વહેણ ઉતરી આવ્યું ધરા પર,


તારી કૂણી લાગણીઓ ખીલે ગુલાબી અસરમાં,

લહેરાતું ઉપવન જોને ઉતરી આવ્યું ધરા પર,


ટાઢકની ઓછપ વરતાતી'તી ઝાકળની કસરમાં,

હૂંફ તારી લઈને બધું ઉતરી આવ્યું ધરા પર,


ઉગતા પહોરનું પહેલું કિરણ ઉતર્યું ધરા પર,

હરખાતું વિરાટ વ્યોમ ઉતરી આવ્યું ધરા પર.



સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics