ઉડાન
ઉડાન
આંખો બંધ છે,
રસ્તાઓ સાફ છે,
અરે ના ના,
મને એવું લાગે છે,
પ્રથમ કદમ મારુ,
સુંદર વ્યવસ્થિત શોભે છે,
હું પગથી પર આગળ વધીશ,
કેડીઓ કંડારતો જઈશ,
ઘડતા ઘડતા ઘડાતો જઈશ,
પણ એક દિવસ,
જરૂર આગળ વધીશ,
સફળ થઈશ,
ટોચ ઉપર પહોંચીશ,
અને એ ટોચેથી,
સીધો કૂદકો લગાવીશ,
ઉડાન ભરીને,
નીચે આવતાં જ,
સીધો પરમ પિતા પાસે,
પહોંચી જઈશ,
અરે ! એમને પણ તો
ખુશ ખબર આપવી પડશે ને !
