સ્પંદન
સ્પંદન
તારું મારુ
થયેલું એ મિલન
જાણે કે
કોઈ સ્પંદન,
હા, મને યાદ છે
હું ધોરણ ચારમાં
ને તારો
અધવચ્ચે થયેલ
શાળા પ્રવેશ
પ્રથમ દિવસનું
તારું એ રુદન
લાગ્યું જાણે કે મૃદંગ,
હું વારી ગયો
તારા પર
મને શું ખબર કે
આજ કાલ
એને પ્રેમ કહેવાય,
મને તો બસ
તારી સાથે
પ્રતિસ્પર્ધી બનવું ગમતું
આખરે તો
ગુસ્સો પણ આવ્યો
પરીક્ષામાં મને
પાછળ રાખી દીધો
અને કઈ કેટલીય યાદ,
બસ હવે તો એ
દોરી પર નીતરતા
બે દિલ જેવી લાગે
એક તારું
એક મારુ
બન્ને સાથે
પણ પ્રેમ વગર,
એક દમ સુકાયેલ
એક દમ નીરસ
આજે તું ક્યાં
હું ક્યાં,
કાશ કે
મેં તારી સાથે
એક વાર
વાત કરી હોત
પણ અફસોસ
એ વખતે
ખબર જ ન પડી
અને વર્ષ પૂરું થતા જ
બન્ને અલગ પડી ગયા,
ઊર્મિઓના સ્પંદનો
આવતા પહેલાં જ
અટકી ગયા.

