આગ
આગ
હા ચૂલો બળતો હતો,
'ને હું તો એમાં હાથ શેકતો હતો.
મા કઈક તો બોલતી હતી,
પણ હું તો મારી ધૂનમાં જ મસ્ત હતો.
ભૂખ મને કકડીને લાગી હતી,
'ને મા એ તો વાતોએ ચડાવ્યો હતો.
માના વ્હાલવાળી વાતો સમય વિહોણી હતી,
સ્હેજે ખબર જ ના રહી કે મને ભૂખ પણ લાગી હતી.
હવે તો મને ઊંઘ આવવા લાગી હતી,
'ને સવારે આંખ માના ખોળામાં જ ખુલી હતી.
નાસ્તો તો ભુલાઈ જ ગયો હતો,
કેમ કે આજ કામે જવા હું મોડો ઉઠ્યો હતો.
સાંજ ગરીબની પડી ગઈ આજ ફરીથી હતી,
અને આગ ચૂલાની છેક હવે સળગી હતી !
