મૃગજળ
મૃગજળ
ઓય જો
સાંભળ
કાલ મારો
જન્મ થવાનો હોય તો
મમા ને ડેડા જ
મને પેલ્લી કિસ્સી આપશે,
દાદા દાદી જ
મને ઉમંગથી રમાડશે,
ધીમે ધીમે
હું મોટી થઈશ
બેસતા શીખીશ
પા-પા પગલી માંડીશ
ચાલતા શીખીશ
દોડતા શીખીશ,
ડેડાના ખભે બેસીને
નિશાળે જઈશ
ભાઈ સાથે ઝઘડીશ
મમાના હાથે જ જમીશ
દાદાની સાથે મંદિરે જઈશ
દાદીની વાર્તા સાંભળીશ,
ફ્રીઝમાંથી ચોકલેટ ખાઈ જઈશ
મમાની ડાંટથી બચવા
ડેડા પાછળ
સંતાઈ જઈશ,
ખૂબ મોટી થઈશ,
મારા પગભર થઈશ,
હું પણ
મમા બનીશ,
મારા બાઉના
બધા જ અરમાનો
પુરા કરીશ,
પછી મારુ બાઉ
મારી જેમ જ મોટું થશે,
હું પણ
એકદમ બુઢ્ઢી થઈશ,
મને સાચવશે,
આરામથી છેલ્લે હું
ચિરનિંદ્રામાં સુઈ જઈશ,
પણ
મેં કહ્યું ને
કે કાલ જો મારો
જન્મ થવાનો હોય તો.
