ત્યારે તમને સમજાશે
ત્યારે તમને સમજાશે
જ્યારે કોઈ કર જોડી દેશે ને ત્યારે તમને સમજાશે
અથવા કોઈ દિલ તોડી દેશે ને ત્યારે તમને સમજાશે,
જે જે કરતા'તા આપ મિલનની વાતો મળવા ટાણે
એ બધી વાતો કોઈ થોડી દેશે ને ત્યારે તમને સમજાશે,
જેના સંગે ચાલી, હાથને ઝાલીને સપનાં જોયા'તા
એ જ જો આ હાથને છોડી દેશે ને ત્યારે તમને સમજાશે,
આપ આ પથ્થરનું ઘર છોડી કાચનું ઘર ગમતું કર્યું છે
જો કોઈ એને તોડી દેશે ને ત્યારે તમને સમજાશે,
એ યાદ નથી એ બધીએ વાતો મનને છેતરવાની
જો કોઈ સાચે જ છોડી દેશે ને ત્યારે તમને સમજાશે.

