STORYMIRROR

Sagar Goswami

Others Romance

2.6  

Sagar Goswami

Others Romance

સાંજ

સાંજ

1 min
26.6K


લીધું તારો એક અલાયદો નામને સાંજ ઢળી ગઈ

મને કરવાતા નેક સઘળા કામને સાંજ ઢળી ગઈ


હતો આ દિવસ ઠંડો-ગરમ,સવાર-બપોર સુધીનો

પછી લેતા એકનું જ નામ, રામને સાંજ ઢળી ગઈ


થાકી ગયો તને મનાવવામાં સરળ પથ પર ચાલતા

ને પછી ભર્યો એક પ્યાલો જામને સાંજ ઢળી ગઈ


સ્વપ્નો થોડા બાકી રહ્યા ને થોડા સર પણ કર્યા હતા

આ મંજિલ આવી આમને સામને સાંજ ઢળી ગઈ


તું ના જ પૂછ મને મેં શોધ્યો તને કેટકેટલી જગ્યાએ

પછી હું પહોંચ્યો સરનામાના ગામને સાંજ ઢળી ગઈ


કોઈક કે બતાવ્યો તારો ઘર,પણ તું ત્યાં પણ ન મળ્યો

મનને થયું આ તો કળિયુગના ધામને સાંજ ઢળી ગઈ


Rate this content
Log in