STORYMIRROR

Pankaj Goswamy

Drama

3  

Pankaj Goswamy

Drama

તૂટી રહ્યો છું હું

તૂટી રહ્યો છું હું

1 min
14.4K


લાગણીઓ બોજ હેઠળ તૂટી રહ્યો છું હું,

શ્રાવણીયા વાદળો જેમ વરસી રહ્યો છું હું;


ક્યાં જઉં હું? શું કરું હું? સમજાવ તું આજે,

રોજ એકલતા મહીં જો ફૂટી રહ્યો છું હું;


આવ, જો હાલત અને કે શું યોજના તારી,

કેમ કે અદ્રશ્ય રુપે વિખરાઇ રહ્યો છું હું ;


લાગતી હો વાત મારી ખૂણે કલેજાના,

આગ ઓલવવા આવ મારી સળગી રહ્યો છું હું;


તું કહેતી'તી નહીં જાઉં એકલો છોડી?

આજ શું થ્યું? જો હવે, જો ! રોઈ રહ્યો છું હું..!!


Rate this content
Log in

Similar gujarati poem from Drama