STORYMIRROR

Kiran piyush shah "kajal"

Romance

4  

Kiran piyush shah "kajal"

Romance

તું નથી એટલે

તું નથી એટલે

1 min
384

તું નથી,

એ શબ્દ જ કેવા કરવત જેવા લાગ્યા,

છતાં એ કરવત જેવાં શબ્દો આજ જીવું છું.


હા ! 

આજ તારા વગર બધું જ બાહ્ય રીતે હેમખેમ,

જીવન પણ ચાલ્યા કરે,

સૂર્ય ઊગે આથમે એની એ ક્રિયા થયાં રાખે,

બાગમાં ફૂલો ખીલ્યાં, મૌસમ આવી ને ગઈ.


પણ

કયાંક એક અભાવ, 

ભીતરે ખોતર્યા કરે,

આંખ સતત ભીનાશ અનુભવે.


અને

હૈયું સતત ખાલીપો,

સ્મિત હોઠ પર જાણે પરાણે ચિપકાવ્યું,

આ તું નથી એટલે જ.


તારા વગર,

મેઘધનુષી રંગો વચ્ચે,

શ્વેત ચાદર ઓઢી, બેરંગ બેમતલબ,

શ્વાસોની ઉધારી ચુકવતી, ક્ષિતિજ પર તને મળવા.


જીવન તું નથી તો પણ જીવી શકી,

એ આઘાત સહી વર્ષાને ઝંખતી,

સતત વર્ષાને ઝંખતી,

કેમ વર્ષા ઝંખુ ?


Rate this content
Log in

Similar gujarati poem from Romance