STORYMIRROR

Chetna Ganatra

Drama Romance

3  

Chetna Ganatra

Drama Romance

તું ચાહે છે મને?

તું ચાહે છે મને?

1 min
204

ચુભતા કાંટાની પીડા છુપાવી 

આપ્યું પ્રેમનું લાલ ગુલાબ.

દિલના સામ્રાજ્ય પર રાજ 

કરવા માટે આપ્યું નિમંત્રણ.

કહે ને... તું ચાહે છે મને?


કડવાશ ગળી જઈને આપી મધુર 

પ્રેમની ચોકલેટ જેવી મીઠાશ.

કડક, કઠણ પરિસ્થિતિ ના રહે,

જીવન બને સુંવાળા ટેડી જેવું.

કહે ને... તું ચાહે છે મને?


એકમેકનો સંગાથ રહે આપણો,

પરસ્પર વિશ્વાસનું વચન આપ્યું. 

જિંદગીના દુઃખ ના પહોંચી શકે,

એ હુંફાળું આલિંગન કવચ માણ્યું.

કહે ને... તું ચાહે છે મને?


ચાહતની ચરમસીમાના પ્રતીકના

હસ્તાક્ષર સમું એ સ્નેહાળ ચુંબન.

આ અનુભૂતિ આમ જ અહર્નિશ રહેશે, ઉજવીએ પ્રેમનો ઉત્સવ.

કહે ને... તું ચાહે છે મને?


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama