તુજ
તુજ
મોરી નયનની દૃષ્ટિ મૂઢ થઈ,
તુજ દર્શન મૃગતૃષ્ણામાં રચી...
મેઘધનુષ્યના સાત રંગ,
તુજને માટે સોળે શણગાર રચી...
સરિતાના નીર ચાલ્યા તેમ,
તુજ મિલન ભરતિદ્યોડયે દોડ મૂકે પાય...
પ્રાંગણમાં પંખીનો કલરવ તેમ,
તુજ કાને હસી ભણકાર થાય...
રવિ - શશીની સંતાકૂકડી ચાલે,
તુજ સ્વપ્નોમાં તન્મય દિવસો વીતી જાય...
પવનનો ધ્વનિ દેશ- પરદેશ તેમ,
તુજને માટે શ્વાસ ચાલતો જાય...
રુએ તો ગગન પ્રેમતણી પણ,
તુજ જેવા તેને વરસાદ કહે...
વિરહની સ્થિતિ જોઈ,
તુજપ્રેમમાં પડેલી ને ઘેલી કાહે...
સાગરના મોજા, પાયલની ઝણકાર,
તુજ વાણીનો સરગમ સૂર...
નવરત્ન ફિક્કા પાડે છે મુજને,
તુજ અણમોલ કોહીનૂર વસ્યો મુજ ઉર...