STORYMIRROR

purvi patel pk

Inspirational

3  

purvi patel pk

Inspirational

ટપાલી - હૃદયપ્રવાસી

ટપાલી - હૃદયપ્રવાસી

1 min
137

ટીન ટીન ટોકરી વગાડતો આવતો,

ઘરની ડેલી તને જુએ આવતો,

ઘરડેરાંનો સહારો બનતો,

નિરક્ષરનો શિક્ષક બનતો,


ગ્રામલોકોનો આધાર તું,

જ્યાં કાળા અક્ષર ભેંસ બરાબર,

કોઈની આંખને ભીની કરતો,

આંગળીઓનો રૂમાલ કરતો,

ઓ, ટપાલી, તું તો

ઘણી અચરજભરી કમાલ કરતો.


તું તો એકલપંથી પ્રવાસી,

તારા ન કોઈ સાથી-સંગી,

તોયે તું નોધારાનો આધાર,

તુજ સંગ જોડાયેલી આ અનેકો જિંદગી,


પ્રિયતમની પહેલી ચિઠ્ઠી તું લાવતો,

જાણે પ્રેયસીને વ્હાલ પહોંચાડતો,

વાટ જોતી આંખોના તું આંસુ લૂછતો,

જન્મ-મરણ સઘળું જણાવતો,

ઓ, ટપાલી, તું ગામેગામ

લોકોના હૃદયમાં વસતો.


સંદેશો લઇ તું ઘર-ઘર જતો,

સુખદુઃખ સઘળું સૌનું વહેંચતો

ઘરડી માના હૃદયનો નાદ,

વાંચી સંભળાવે તું સંતાનોનો સાદ,


કોઈની આશામાં સાથે જીવતો,

કોઈની નિરાશામાં તું હતાશા પામતો,

ઓ, ટપાલી, તું તો છે

એક અનોખો હૃદયપ્રવાસી


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational