તરુણ પ્રણય
તરુણ પ્રણય
તમને શમણામાં કેદ કરી મીઠી નિંદર હું માણી લઉં,
કોઈ આવી જગાડે ઈ પે'લા પ્રણયની મજા માણી લઉં.
પુનમનો પ્રકાશ હવે દઝાડે છે દિલને બહુ,
કોઈ આવી ટોકે ઈ પે'લા ચાંદનીની મજા માણી લઉં.
આ ફૂલડાની સેજ પર થોડોક આરામ ફરમાવી લઉં,
કોઈ આવી રોકે ઈ પે'લા રંગોની હોળી ખેલી લઉં.
પ્રેમની નજરથી તમને નિરખવાની મજા માણી લઉં,
ઓઝલ થઇ જાવ ઈ પે'લા કચકડે એક તસવીર કંડારી લઉં.
તમને શમણામાં કેદ કરી મીઠી નિંદર હું માણી લઉં,
કોઈ આવી જગાડે ઈ પે'લા પ્રણયની મજા માણી લઉં.