તરી લો ગઝલમાં
તરી લો ગઝલમાં
કે વાતો આ મનની લખી લો ગઝલમાં
ને પ્રેમે ઈમારત ચણી લો ગઝલમાં
એ મીરાં ને રાધા મગન કૃષ્ણમાં છે
પ્રણયની કહાણી વણી લો ગઝલમાં
અબોલા લઈને રિસાઈ ગયા છે
હવે કેમ મળવું સ્મરી લો ગઝલમાં
નથી ડર હવે ડૂબવાનો મને તો
ગઝલના સહારે તરી લો ગઝલમાં
બની પાળિયાને પૂજાવું છે જગમાં
ઉતારીને મસ્તક ધરી લો ગઝલમાં.