Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Parbatkumar Nayi

Classics

1.0  

Parbatkumar Nayi

Classics

તરબતર છે

તરબતર છે

1 min
13.7K

શબ્દ સૌ ખરતા જ રે'શે પાનેપાને પાનખર છે,

શ્વાસમાં હરણાં મળ્યાંને ઝાંઝવાંનું આ નગર છે.

શબ્દવાટે કોઇ અહીં આગળ નથી પાછળ નથી પણ,

માલ મુજબ ભાવ મળશે શબ્દની વસમી સફર છે.

ફૂલ જેવું એક માણસ આ સભામાં આવવાથી,

છે હવા ખુશ્બુ ભરેલી આંખ સૌની તરબતર છે.

છોકરી જે ગામમાં વંટોળિયાનું વન બની છે,

ઓઢણી ઓઢે જરા તો લાગશે આખુય ઘર છે.

એટલું આ ભાગ્યને ઉંચું લખાવ્યું છે અમે તો,

હો ગઝલ કે જિંદગી હો 'દર્દ'પર સૌની નજર છે.

Rate this content
Log in

Similar gujarati poem from Classics