STORYMIRROR

Kiran piyush shah "kajal"

Romance

4  

Kiran piyush shah "kajal"

Romance

તો શકું

તો શકું

1 min
473

વૃક્ષ પર માળો બનાવી તો શકું,

પ્રેમથી ડાળે ઝુલાવી તો શકું.


રંગ નોખા ભાત નોખી તોય ત્યાં,

સાથ જીવનભર અપાવી તો શકું.


વ્હાલ વાવ્યું જિંદગીભર ત્યાં કહો, 

છે હૃદયસ્થ એ જતાવી તો શકું.


વાત લાંબી પ્રેમમાં ચાલી અહીં,

પળ અવિનાશી લખાવી તો શકું.


ગીત મીઠાં પ્રેમનાં ગાતાં રહીં,

યાદને દિલમાં વસાવી તો શકું.


નામ સોહાગી સદા પાડ્યું પછી,

એ છબી મનમાં મઠાવી તો શકું. 


જાત પંખીની અહીંયા શિખવે, 

સાથ દુઃખ સુખમાં નિભાવી તો શકું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance