તને યાદ કરીને
તને યાદ કરીને


સૌથી સવાયું સુખ પામું તને યાદ કરીને,
આ છે મારું એકરારનામું તને યાદ કરીને.
મહેકી ઉઠે મન મારું સ્મરણ તારું થતાં,
તારા વિના જગ નકામું તને યાદ કરીને.
થાય ગાત્રો પુલકિત તારી યાદ આવતાંને,
તારા જેવું ના હો સામું તને યાદ કરીને.
સાફલ્ય જીવનનું મને લાગતું યાદ સંગે,
દુગ્ધા દિલતણી હું વામું તને યાદ કરીને.
ક્ષણો મુલાકાતની મબલખ મમળાવીને,
દુઃખ દર્દો દુનિયાનાં ડામું તને યાદ કરીને.