તમે
તમે
જેમ હસ્તમાંથી રેતી સરકે,
એમ સરકતો જાય છે આ સમય.
છતાંય ભૂલ્યા નાં ભુલાય,
એવા સ્મરણો તમે છોડી ગયા.
અમારા સ્મિતભર્યા મુખડાના બદલે,
તમે અશ્રુંભારી આંખો ધરી ગયા.
અમારા સ્નેહના સંબંધ પર,
તમે વિરહના વાદળ વેરી ગયા.
અમારા હ્રદયરૂપી અંતઃસૂરને,
તમે અનસુના કરી ચાલ્યા ગયા.
સમય તો સરકતો જ જાય છે,
પણ, તમે આ હૈયામાં એક છાપ છોડી ગયા.

