Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

'Sagar' Ramolia

Inspirational

4.9  

'Sagar' Ramolia

Inspirational

તમે ઊડો !

તમે ઊડો !

1 min
671


ખુલ્લું છે આકાશ, તમે ઊડો !

પૂરી છે મોકળાશ, તમે ઊડો !


ઊડવાથી હિંમત થશે ભેગી,

ડરનો થશે નાશ, તમે ઊડો !


તિમિરનાં વાદળ ગયાં ઊડી,

આગળ છે ઉજાશ, તમે ઊડો !


આજે નહિ, તો પછી કયારે?

હશે નહિ નવરાશ, તમે ઊડો !


’આમ કરું, તેમ કરું’ની ‘સાગર’,

છોડી બધી ડંફાશ, તમે ઊડો !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational