STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Romance

3  

Meenaz Vasaya. "મૌસમી"

Romance

તમે આવી જાવ ને

તમે આવી જાવ ને

1 min
182

તમે આવશો તો ઉરે અજવાળા થશે,

બૂઝાયેલ આશાનો દીપક ફરી પ્રજ્જવલિત થશે,

તમે આવી જાવ ને,


તમે આવશો તો આ દિલનો બાગ ખીલી ઊઠશે વસંત બની,

ભવ્ય નજારો હશે હૈયાનો,

તમે આવી જાવ ને,


હૈયે ઉમંગની કૂંપળ ફૂટશે, નવો ઉલ્લાસ નવી ખુશી મળશે,

વિસરી જશે આખું જહાન મારું હૈયું,

તમે આવોને,


તમે આવો તો આ કરમાયેલો બાગ પણ સજીવન થઈ જશે,

મહેકી ઊઠશે મારો જીવન બાગ,

તમે આવોને,


તમે આવો તો આ શુષ્ક રણ પણ ઝરણ બની જશે,

ખીલી ઊઠશે રણમાં ગુલાબ,

તમે આવોને,


તમે આવોને આ અંધારી રાત્રિએ પણ,

ચાંદો આભે ચડે,

અમાસની રાત પણ પૂર્ણિમા બને

તમે આવોને,


તમે આવો તો આ રડતો આંખો પણ હસી પડશે,

ઓગળી જશે આ ઉદાસીનો બરફ,

વહેશે ખુશીઓનું ઝરણું,

તમે આવોને.


Rate this content
Log in

Similar gujarati poem from Romance