STORYMIRROR

ચૈતન્ય જોષી

Drama

4  

ચૈતન્ય જોષી

Drama

તમારે દ્વારે

તમારે દ્વારે

1 min
316

જુગલ હાથ જોડીને આવ્યો તમારે દ્વારે.

છે મતિ મારી થોડીને આવ્યો તમારે દ્વારે.


ખૂબ પજવ્યો માયાએ હરિવર મુજને તો,

માયાની મટુકી ફોડીને આવ્યો તમારે દ્વારે.


દુનિયા સગી સ્વાર્થની ભોળાંને સતાવતી,

કિંમત કરતી કોડીને આવ્યો તમારે દ્વારે.


અંતર વરસે મારું અનરાધાર અવિનાશી,

ગાઈને રાગ ટોડીને આવ્યો તમારે દ્વારે.


સગાસંબંધી સાવ મતલબી કેવું કેવું કરતાં,

એનો હું નાતો તોડીને આવ્યો તમારે દ્વારે


થાય છે હવે વિલંબ પ્રભુજી સ્વીકારોને,

હું રસ્તે દોડી દોડીને આવ્યો તમારે દ્વારે.


કીધું સમર્પણ સર્વસ્વ સાકેતવાસી હરિ

મારું અહમ છોડીને આવ્યો તમારે દ્વારે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama