STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

તકનો ઉપયોગ કરી લે

તકનો ઉપયોગ કરી લે

1 min
304

જીવન તો મળ્યું દરેકને સરખું,

કોઈ જીવનમાં તકલીફ જુએ,

તો કોઈ તકલીફમાં તક,

કોઈ પથ્થર જોઈ ને રસ્તો બદલે,

તો કોઈ પથ્થરમાંથી મૂરત સર્જે,


મળ્યું છે મન બધા ને,

પણ કોઈ ફૂલમાં કાંટા જુએ,

તો કોઈ કાંટામાં ફૂલ,

મળ્યું છે હૃદય બધા ને,

પણ કોઈ વાવે પ્રેમના બીજ,

તો કોઈ નફરતની ખેતી કરે,

જે વાવે એવું જ લણે,


કોઈ કેડી કંડારી જાય તો

કોઈ સફળતાના રસ્તામાં અડચણ બની જાય,

આપી છે લાગણી બધા ને,

પણ કોઈ બીજા માટે જીવી જાય,

કોઈ બીજાનું જીવન ઝેર જેવું બનાવી જાય,

અંતે તો કર્મનાં ફળ પ્રમાણે સારું નરસું જીવન બની જાય,

આપ્યું જીવન સૌને એક સરખું,


કોઈ કુંડાનો છોડ બનીને રહી જાય

તો કોઈ ઘેઘૂર આંબાનું વૃક્ષ બની,

મધ મીઠા ફળો દઈ જાય,

જેવી જેની વિચારસરણી એવું એનું જીવન બની જાય,


મળી છે તક તને હે માનવ,

તો સિકંદર બની જીવી જા,

લોકોના દિલમાં રાજ કરી જા.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational