STORYMIRROR

MITA PATHAK

Inspirational Children

3  

MITA PATHAK

Inspirational Children

તિરંગો

તિરંગો

1 min
163

હર ઘર તિરંગા અભિયાન,

લઈ આવ્યો સંદેશ સોનેરી,


એકતાનું પ્રતિક તિરંગો,

મહાન ભારત દેશ છે મારો,


નિત્ય રાષ્ટ્રધ્વજને વંદન કરી,

સ્વથી સ્વચ્છતાની શરુઆત કરીશ,


નિ:સ્વાર્થ ભાવે સેવા કરીશ,

હિંસાનો વિરોધ કરીશ,


રંગ કેસરીનાં ગુણ ભરી,

અહંકારથી મુક્ત થઈશ,


સફેદ રંગથી શાંતિ સ્થાપી,

સત્યની રોશની ફેલાવીશ,


લીલા રંગની હરિયાળીથી,

સમૃધ્ધ અને પ્રગતિશીલ બનીશ,


દેશ ભક્તોનાં બલિદાનને,

યાદ કરી સલામી નિત્ય ભરીશ,


ઉજવીએ આઝાદી મહોત્સવ,

દેશ હિતની રક્ષાનું વચન આપીશ,


હર ઘર લહેરાય તિરંગા,

લઈ આવ્યો સંદેશ સોનેરી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational