STORYMIRROR

Kalpesh Patel

Drama

3  

Kalpesh Patel

Drama

થોડુંક હસીએ

થોડુંક હસીએ

1 min
290

ચાલ, થોડુંક હસીએ !

માર્ગમાં જે મળે તેને હસાવીએ

નસીબ નથી, હવા કોઈ હોઠોને !

બારોતીએ, ભિડાયેલા હોઠોને જરા મલ્કાવીએ 

 

ભારે રે તકદીર આપણાં,

જોયા ભૂકંપ, વાવાઝોડા ને દંગલ અનેક

બાકી તે આ મહામારીનો માર  


આવ્યા'તા અહીં, શું લૈ જવા ?

નિત નવા પંથે, અહીં પંથી અનેક;

સૃષ્ટિ નથી સાંકડી !

 "આ" એકલાનું એલાન એક


 મળી જાય કોઈ સંગાથી ઘડીક

 આજની, કાલ ના કરૂ !


 ખોલવા આ હૃદયની આંકડી

 આભ નીચે સૌ સરખા

ચાલને ઘડીક ફરીએ,


 જેનો સંગ છે તેને વધાવી

 તાલ કરશું સંગાથી ગણી


 ચાલ થોડું હસીએ

 સ્વજન સૌ સૃષ્ટિના ગણી હસાવીએ.

 

વિચાર વિસ્તાર :-“નેચર નેવર કિપ વિધીન” - "સૃષ્ટિ નથી સાંકડી", કુદરત કશું પોતાની પાસે રાખતી નથી. એકના હજાર કરી પાછું વાળે છે. જેને જે જોઈએ તે સૃષ્ટિને આપે, તે રિબાઉન થઈ તેની પાસે પરત આવે છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama