થોડો થોડો સમય આપ
થોડો થોડો સમય આપ
થોડો થોડો સમય તું આપ
મારી સાથે થોડી વાર બેસ,
પછી તને ના મળે સમય
કાયમ તું બિઝી ના બેસ,
જાણું છું કે તારે કામ ઘણું
ઓફિસનું કામ ના લઈને બેસ,
થોડો થોડો સમય તું આપ
મારી સાથે થોડી વાર બેસ,
મળ્યો છે એક રવિવાર આપણને
તો થોડી થોડી વાતો તું કર,
થોડી જુની યાદોને કહે
થોડી યાદો હું પણ કહું,
બસ વાતો કરતા ખોવાઈ જવાય
રવિવાર આપણો પસાર થઈ જાય,
થોડો થોડો સમય તું આપ
મારી સાથે થોડી વાર બેસ.

