STORYMIRROR

Satish Sakhiya

Inspirational

3  

Satish Sakhiya

Inspirational

થઈને રહેવું છે

થઈને રહેવું છે

1 min
13.8K


તારી આંખોની અમી થઈને રહેવું છે, 

તારા હોઠોની હસી થઈને રહેવું છે.

ભૂલી જગતની બધી રીતભાત મારે, 

તારા ચોટલાની વેણી થઈને રહેવું છે.

સતત સ્પર્શી શકું ચાંદશા વદનને, 

એટલે તારા કેશની લટ થઈને રહેવું છે.

પડ્યો રહીશ ખૂણામાં તુજ હ્રદયના,

તારા દિલનાં ભાડુત થઈને રહેવું છે.

સુખમાં તો હોય સૌ સંગાથે મારે તો;

તારા દુ:ખના ભાગીદાર થઈને રહેવું છે.

જીવન લાગેના ખારું ઝેર ક્યારેય તને; 

તારી ધમનીઓમાં અમૃત થઈને રહેવું છે.

બાદશાહી બહુ ભોગવી 'સતીષે' હવે તો, 

તારા દિલમાં કાયમ ગુલામ થઈને રહેવું છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational