STORYMIRROR

Ashwin Majithia

Romance

3  

Ashwin Majithia

Romance

થઈ ગયો જો ને, પ્રેમ સાજો

થઈ ગયો જો ને, પ્રેમ સાજો

1 min
27.6K


પરમ દિવસે મુજ ભાર્યાની 

તબિયત કઈંક નહોતી સારી

શરદી ઉધરસ ને તાવમાં

તરફડતી હતી તે તો બિચારી

મેં કહ્યું, આરામ કર તું..

કામ બધાં હું જોઈ લઈશ

ભલે ને બસ એક જ દિવસ, 

પણ જીવન તારું જીવી લઈશ

ઠંડા બર્ફીલા પાણીના પોતા 

તેને માથે હું મુકતો હતો

વિક્સ, બામ, નીલગીરી-તેલથી 

તેને સાજી કરવા મથતો હતો

ને લાગ્યું ત્યારે, કે રાંધવાની 

કરવી જોઈએ હવે તો તૈયારી

ભૂખ્યા પેટે કઈં આમ નહીં

ભાગી જવાની આ બીમારી

તપેલીમાં શાક માટેનો 

હાય..! બળી ગયો વઘાર

બાંધવા લીધો જો લોટ તો

પાણી પડી ગયું બેશુમાર

દાઝી ગયેલી રોટલીમાં 

ભાત પડી રે કાબરચિતરી

તોય, તેણે જોઈ જોઈને 

ખરાં મનથી સ્તુતિ કરી

એક દિવસની રસોઈથી જ 

મારા તો ઉડી ગયા રે હોશ

દરરોજ બધું આ કરવા માટે

ક્યાંથી આવતું હશે તેને જોશ..!

પીરસ્યું ભોજન, બોલી તે, 

આહા..! છે બહુ સરસ બન્યું

પ્રેમ મારા ઉપરનો જોઈ, 

ગદગદ થઈ આવ્યું મારુ હૈયું

ખારું તીખું શાક પણ, 

તે સહર્ષ સુખેથી જમી

દાઝી ગયેલી રોટલીઓ પણ, 

ખૂબ જ તેને રે ગમી

કેટલી વાગોવણી કરું છું હું 

તેનાં બનાવેલ ભોજનની

થતી હશે કેવી વિહ્વળ 

વ્યથિત સ્થિતિ તેનાં મનની

તેની સ્વાદિષ્ટ રસોઈનો સ્વાદ, 

વધુ સ્વાદિષ્ટ હવે છે થઈ ગયો

બીમાર તેનાં પડવાથી જાણે 

હું મનથી સાજો થઈ ગયો.


Rate this content
Log in

Similar gujarati poem from Romance