તહેવારોની તરેહ
તહેવારોની તરેહ


ગમે છે એ આતુર આંખોનો સાદ,
કે રક્ષાબંધને ભાઈલો જુએ છે વાટ,
કહે બેની આવ જલ્દી જલ્દી,
નાહવા વગર બેસી રહીશ હું ઘરના ઘાટ.
વળી, બહુ ગમે જન્માષ્ટમી,
ગોવિંદાઓનો શોરબકોર,
મટકી ફોડવા કાજની જહેમત,
રોમાંચિત કરતો ઢોલ નગારાંનો સાદ.
મકરસંક્રાંતિ પણ એટલી જ વ્હાલી,
રંગબેરંગી પતંગોનો આકાશે જામે રંગ,
તલ-ગોળના લાડુ, બોર અને શેરડી,
મોટેરાંએ આપેલા સિક્કાનો ખણકતો નાદ.
હોળી તો ભાઈ સહુથી અનેરી,
રાતે કરતાં સહુ પૂજા ભેગા થઈ,
બીજા દિ' રંગબોળ થાતા નાના-મોટા,
પિચકારીઓનો રંગમય સંવાદ.
દિવાળી-બેસતું વર્ષ કેમ વિસરાય ?
ઘૂમતા ઘર -ઘર ગામ ને ઠામ,
ફટાકડા -ફૂલઝડીની મોજ માણીને,
આશિષનો થતો ઝાઝો વરસાદ.