STORYMIRROR

Bhagwati Panchmatiya

Inspirational

2  

Bhagwati Panchmatiya

Inspirational

તે મા..

તે મા..

1 min
2.4K


ચંદ્રની શીતળતા તે મા
ફૂલોની સુવાસ તે મા
 
જીવન તણું માધુર્ય તે મા
જગત-રણે મીઠી વીરડી તે મા
બ્રહ્માંડ ના સૌ જીવોને સુલભ છે મા
 
પણ દેવોને ય દુર્લભ તે મા
દેવાલયના ઘંટનો મીઠો રણકાર તે મા
 
મમતાનું અવિરત અમી-ઝરણું તે મા
અમાપ સુખનું અવિચલ સરનામું તે મા
 
ધરતી પરનું સ્વર્ગ તે મા
મા એટલે બસ ફક્ત મા
 
ન વર્ણવી શકે માને કોઈ પણ ઉપમા!


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational