STORYMIRROR

Bhagwati Panchmatiya

Others

4  

Bhagwati Panchmatiya

Others

આ વરસાદમાં

આ વરસાદમાં

1 min
253

ઉમટે છે મનમાં સંસ્મરણો અગાધ, આ વરસાદમાં,

મન મોરલો દેતો કોઈને સાદ, આ વરસાદમાં,


નથી વરસતું એકલું આકાશ,

નયનેથી પણ નીતરે છે નીર, આ વરસાદમાં,


મનડે ઘેરાયો યાદોનો ગોરંભો,

આંસુ વહી નીકળ્યાં તોડી પાળ, આ વરસાદમાં,

 

વેદનાનો ડૂમો અટક્યો’તો ગળે, 

તેને પણ મળી ગઈ આંસુઓની ભાળ, આ વરસાદમાં,


ચેતજો, બે કાંઠે વહે છે વ્યથાની નદી,

સઘળું તણાઈ જશે એની તાણે, આ વરસાદમાં,


ભીની આંખો ભલે વહે અવિરત,

વસમી છે વહાવવી પ્રિયની યાદ, આ વરસાદમાં,


તન હો તર-બ-તર વર્ષાનાં વારિથી,

પણ મનડું નહીં ભીંજાય, આ વરસાદમાં,


છો વરસી ખૂટી પડતાં સાતેય સાગર,

વહેશે અખૂટ અશ્રુ-ધાર, આ વરસાદમાં.


Rate this content
Log in