STORYMIRROR

Bhagwati Panchmatiya

Inspirational

2  

Bhagwati Panchmatiya

Inspirational

મા તારું લેણું ઉધાર નીકળ્યું..

મા તારું લેણું ઉધાર નીકળ્યું..

1 min
2.4K


મેળવી ઘણી પ્રસિદ્ધિઓ ને મેળવ્યા ઘણા કલદાર પણ.
પ્રેમાળ પત્ની ને આજ્ઞાંકિત સંતાનો.
ઘરનું ઘર ને પોતાની ઓફીસ
 
કર્યા દેશ - વિદેશના પ્રવાસો પણ,
ઘણા કર્યા દાન - ધર્માદા પણ,
 
જિંદગી સરસ ચાલી, ઘણી મજા પણ માણી
વરસોવરસ મેળવ્યા કેટલાય ક્લબોના સેક્રેટરી પદ
મેળવ્યા દિલથી ચાહતા દોસ્તો પણ 
ને જોયા પદ - પૈસો - પ્રતિષ્ઠાને નમતાં લોકો પણ.
 
વખાણે જગ મારી ઈમાનદારીને, વ્યવહાર ચોખ્ખો
ન મળે હિસાબમાં એક પૈસાની યે ભૂલ પણ,
 
આમ, જોઉં તો જીવન મારું સાંગોપાંગ ઉતર્યું...
પણ ખોલી જો કિતાબ જિંદગીની,
એક બસ 'મા' તારું લેણું ઉધાર નીકળ્યું!


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational