STORYMIRROR

Bhagwati Panchmatiya

Inspirational

2  

Bhagwati Panchmatiya

Inspirational

એવી મારી માત

એવી મારી માત

2 mins
2.4K

મારા અસ્તિત્વનો કણે - કણ રહેશે જેનો હંમેશા ઋણી,
એવી મારી માત, તારી યાદે મહેંકે હંમેશા દિલની ક્યારી.
 
ચંદ્રથીયે શીતળ ને મધથીયે મીઠેરી લાગે જેની વાણી,
એવી મારી માત, તારી યાદે મહેંકે હંમેશા દિલની ક્યારી.
 
હેત જેનું ઉગતું પરોઢ ને પ્રીત જાણે આકાશે ખુલતી બારી,
એવી મારી માત, તારી યાદે મહેંકે હંમેશા દિલની ક્યારી.
 
તન ગહેકતો મોરલો ને મન મહેંકતી મોગર – ડાળી,
એવી મારી માત, તારી યાદે મહેંકે હંમેશા દિલની ક્યારી.
 
મુખ પર રમતું સ્મિત સદા ને અમી ઝરંતી આંખડી તારી,
એવી મારી માત, તારી યાદે મહેંકે હંમેશા દિલની ક્યારી.
 
વહેતો સ્નેહ સદા જેમ વહે કલ - કલ ઝરણાનું વારિ,
એવી મારી માત, તારી યાદે મહેંકે હંમેશા દિલની ક્યારી.
 
નાનકડા એક બીજને તેં વટવૃક્ષ બનાવ્યું સંસ્કારે સીંચી,
એવી મારી માત, તારી યાદે મહેંકે હંમેશા દિલની ક્યારી.
 
તુજથીયે મીઠો સાદ તારો મા, જેમ આંબે ટહુકે કોયલરાણી,
એવી મારી માત, તારી યાદે મહેંકે હંમેશા દિલની ક્યારી.
 
ખીલી ઊઠું તવ સાદ સુણીને જેમ પ્રથમ વર્ષાએ ખીલે ધરતી સારી,
એવી મારી માત, તારી યાદે મહેંકે હંમેશા દિલની ક્યારી.
 
તન - મનના તાપ ભૂલાવે, પ્રેમાળ તારા સ્પર્શની એક જ લહેરી,
એવી મારી માત, તારી યાદે મહેંકે હંમેશા દિલની ક્યારી.
 
લઈ જેના સુખદ સંભારણા, હું સાસરવાસ ચાલી,
એવી મારી માત, તારી યાદે મહેંકે હંમેશા દિલની ક્યારી.
 
ડગલે ને પગલે ત્યાં પણ સાથ આપતી જેના સંસ્કારની રાહબરી,
એવી મારી માત, તારી યાદે મહેંકે હંમેશા દિલની ક્યારી.
 
હાથ રાખજે સદા શિર પર મારા, તો નહિ નડે તોફાન કે આંધી,
એવી મારી માત, તારી યાદે મહેંકે હંમેશા દિલની ક્યારી.
 
વસે ધેનુમાં તેંત્રીસ કોટિ દેવતા પણ તું તો બ્રમ્હાણ્ડની ઝાંખી કરાવનારી,
એવી મારી માત, તારી યાદે મહેંકે હંમેશા દિલની ક્યારી.
 
ધ્યેય મારું તું જ છો મા ને તું જ છો મંઝિલ મારી,
એવી મારી માત, તારી યાદે મહેંકે હંમેશા દિલની ક્યારી.
 
મળે સ્વર્ગ તારા બદલે તો પણ માંગશે તુજને જ તનયા તારી,
એવી મારી માત, તારી યાદે મહેંકે હંમેશા દિલની ક્યારી.
 
નથી જોવાની જરૂર ઈશનો યે ચહેરો, બસ જોઈ લીધી જો એક મૂરત તારી,
એવી મારી માત, તારી યાદે મહેંકે હંમેશા દિલની ક્યારી.

સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational