વર્ષા આગમને
વર્ષા આગમને
1 min
27.5K
મેઘાડંબર ગાજે,
મેહૂલીયાના પડઘમ બાજે.....
ઓ ગરજતો ચાલ્યો આવે,
ચાલ મહારાજા સમ છાજે
ઘેરાયું ઘનઘોર અંધારું,
ભર બપોરે સાંજ લાગે!
આવે મલપતાં વર્ષા રાણી,
ધરતીને ભીંજવવા કાજે.
ઓઢી કાળી મેઘલી ચાદર,
વીજળીની નજર્યું ના લાગે!
ઘટાટોપ ઘનના ઘૂંઘટડામાં,
રુમઝુમ વર્ષા રાણી સાજે!
શણગાર કર્યો છે મોતીડાનો,
ફોરાં હૈયાનો હાર જ લાગે!
ચમકે ટીલડી વીજળી તણી,
ઘડીમાં ચમકતી દામણી લાગે!
મયુર ગહેકતો નર્તન કરતાં,
વર્ષાનો છડીદાર જ લાગે!
વાજતે ગાજતે પધારી વર્ષા,
ધરા–ગગન બન્યાં એકાકાર આજે.....
