STORYMIRROR

Bhagwati Panchmatiya

Others

3  

Bhagwati Panchmatiya

Others

કરામત કુદરતની

કરામત કુદરતની

1 min
143

વાહ ! કુદરત શું વખાણ કરું તારી કરામતનાં !

મીઠા ટહુકા કેવી રીતે ભર્યા તેં પંખીઓના રવમાં....


કોયલડી ને કાગને બનાવ્યો તેં એક જ રંગે પણ,

કાગડો કર્કશ અને કોયલ-ટહુકાર મધ નીતરતા કરી દીધાં !


કેવી રીતે ભર્યા ફૂલોમાં ઊર્મિલ રંગ ને માદક સુવાસ,

કારીગરીનો આ, કોઈ ન મેળવી શક્યું તાગ.....


કેમ બનાવ્યા તેં અનુપમ આકાશી રંગો ને,

સૂર્ય-ચંદ્ર-તારા આભલે મઢી દીધાં....


કસબ તારો આ અચરજ પમાડે,

નથી આ હુન્નર કે ચતુરાઈ કોઈ પાસે....


ભર્યા દાણાં દાડમમાં, ન દેખાય ક્યાંય સાંધો,

ને કઠણ નારિયેળની અંદર મીઠાં જળ ભરી દીધાં.....


ખારા દરિયાનું પાણી ઉલેચે વાદળી ને ..... 

વરસી ત્યારે તુજ કસબે સરોવર મીઠા ભરી દીધાં !


પહોંચે ભલે ચંદ્ર-મંગળે માનવી, 

પણ જીવન-મરણની

કરામતે તારી, 

સૌને વામણાં કરી દીધાં....


અદ્ભુત લીલા આ પ્રકૃતિ તણી,

બનાવી તેં ઈશ, ધન્ય સૌને કરી દીધાંં.


Rate this content
Log in