તારું મનમોહક મુખડું
તારું મનમોહક મુખડું
તારી મનમોહક અદા લાગે મને પ્યારી પ્યારી,
હું તારા અઢળક રૂપ પર જાઉં વારી વારી,
મુખડું તારું મનોહર ને તું જાણે કોકિલ કંઠી,
સંમોહન કરે તારી નશીલી આંખો,
સારા એ જગથી તું લાગે મને ન્યારી ન્યારી,
મારા જીવન ઉપવનમાં ફૂલ બની તું ખીલે,
તારા થકી મહેકે મારા જીવનની ફૂલવારી ફૂલવારી,
તારું આ મનમોહક સ્મિત, જાણે અલાઉદીનનો જાદુઈ ચિરાગ !
હર દુ:ખ અને ઉદાસીમાં મને આપે હૈયારી હૈયારી,
હું વરસતી વાદળી ને તું કથ્થક નૃત્ય કરતો મયુર,
ઉદાસી, હતાશા, દુઃખ, સુખ, ખુશી આપણી સહિયારી સહિયારી,
હું તો એક અણઘડ ખીણનો પથ્થર,
શિલ્પી બની મારા જીવનને દે કંડારી કંડારી.