STORYMIRROR

Margi Patel

Others Romance

3  

Margi Patel

Others Romance

જીવનમાં

જીવનમાં

1 min
28.1K


આડંબરોનું શું કામ છે જીવનમાં !

તારો પ્રેમ મળે તો બસ છે


ધન દોલતની ક્યાં કમી છે જીવનમાં

તારા પ્રેમનો અહેસાસ મળે તો બસ છે


માર્ગ બનવાનું ક્યાં કહું છું જીવનમાં

રાહ જોવે તોય બસ છે


જીવ આપવાનું ક્યાં કહું છું જીવનમાં

મંગળસૂત્રનું અસ્તિત્વ આપજે તોય બસ છે


જીવ તો સબંધોમાં હું આપીશ જીવનમાં

તું સાથે ચાલીસ ને તોય બસ છે


વાહિયાત વસ્તુઓની ક્યાં જરૂર છે જીવનમાં

તારો એક વિશ્વાસ મળે તોય બસ છે


સુંદરતાનું શું કામ છે જીવનમાં

તારો સુંદર એહસાસ મળે તોય બસ છે


Rate this content
Log in