અહેસાસનું રાજકારણ
અહેસાસનું રાજકારણ
1 min
26K
તારા સ્મિતનું કારણ બન્યું
મારાં આંસુઓનું મારણ
અંતે આ જ હતું મારી જન્મોથી
અધૂરી ચાહતનું તારણ
તારા ગુલાબી ગાલના
મખમલી ખાડામાં ફસાણી જાત
ડૂબીને આ કેવું મળ્યું
આયખાની આફતનું નિવારણ
દુઃખોની દર્દીલી પાનખર
પછી આવી સુખની વસંત
સરનામું સુખને સુકુનનું
મળ્યું અમથું અકારણ
મારી હયાતીમાં રાજ તારૂં
થયું એકચક્રી હવે સદા
આ તે કેવું બેબૂઝ આપણાં
અહેસાસનું રાજકારણ
ખૂશ્બૂની જેમ હવાઓમાં
સતત તારી હસ્તી અનુભવું
જન્મોથી દઈ રહી હાથતાળી
તારી જૂઠી હૈયાધારણ
સાંભળ ધડકન ગાઈ રહી
"પરમ" ગાથાની સરગમ
તું પધારીને ઝટ પુરી કર
"પાગલ" પ્રીત પારાયણ

